પંપસેટ સહાય યોજના 2024 - ikhedut.gujarat.gov.in : ખેડૂતોની આવક બમણી કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂત યોજનાઓ Ikhedut Portal 2022 પર મૂકવામાં આવેલ છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના વગેરે. બાગાયતી વિભાગ દ્વારા બાગાયતી યોજનાઓ અને સબસીડી સહાય યોજના અમલી બનાવેલ છે.
પંપસેટ સહાય યોજના 2024 - ikhedut.gujarat.gov.in
બગાયતી વિભાગનું ઓનલાઈન પોર્ટલ વિવિધ સહાય યોજનાઓ ઓફર કરે છે જેમ કે ટ્રેક્ટર સહાય યોજના, કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના, ટીશ્યુ લેબોરેટરી વિજદાર સહાય યોજના, નાની નર્સરી યોજના અને ટીશ્યુ કલ્ચર ખારેક ખેતી સહાય યોજના. આ લેખમાં, અમે ડીઝલ, ઇલેક્ટ્રિક, પેટ્રોલ પમ્પસેટ સહાય યોજના વિશે ઊંડાણપૂર્વક માહિતી પ્રદાન કરીશું.
પંપસેટ સહાય યોજના 2024 – હાઈલાઈટ્સ
- યોજનાનું નામ ડીઝલ, ઇલેક્ટ્રીક, પેટ્રોલ પં૫સેટ સહાય યોજના
- આર્ટિકલની ભાષા ગુજરાતી અને English
- યોજનાનો ઉદ્દેશ બાગાયતિ પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય
- લાભાર્થી પાત્રતા ધરાવતા ખેડૂતો
- મળવાપાત્ર સહાય ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50 % કે વધુમાં વધુ રૂ.15000/-ની મર્યાદા સહાય મળશે.
- અધિકૃત વેબસાઈટ ikhedut.gujarat.gov.in
પંપસેટ સહાય યોજનાનો ઉદેશ્ય
પં૫સેટ સહાય યોજના ખેડૂતો માટે આ યોજના બહાર પાડેલ છે. રાજ્યમાં Pumpset Sahay yojana ખેડૂતો ને બાગાયતી ખેતી તરફ વળે અને વધુ ઉત્પાદન મેળવીને સારી કમાણી કરી શકે તે અત્યંત જરૂરી છે. બાગાયતી પાકોમાં પાણીના પંપ દ્વારા પાક કે છોડને પાણી પાઈ શકે તે માટે આ સાધન સહાય આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે Online Application આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. લાભાર્થી ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતિ વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ ફકત આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા, તાપી, વડોદરા, પંચમહાલ, ખેડા જિલ્લાઓના નાગરિકોને આપવામાં આવશે.
- આ યોજના હેઠળ સાધનની ખરીદી અધિકૃત વિક્રેતા પાસેથી ખેડુતે ખરીદી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.
પંપસેટ સહાય યોજનામાં મળતો લાભ
ખેડૂત પોર્ટલ પરથી આ યોજનાનો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. Bagayati Vibhag દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં પાણીના પંપસેટની ખરીદી પર સહાય આપવામાં આવે છે. આ યોજનામાં લાભની વિગતો નીચે મુજબ છે.
- આ યોજના ફકત આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા, તાપી, વડોદરા, પંચમહાલ, ખેડા જિલ્લાઓ માટે જ અમલમાં છે.
- ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50 % કે વધુમાં વધુ રૂ.15000/-ની મર્યાદા સહાય મળશે.
- આ યોજનાનો લાભ ઓછામાં ઓછા 2 હેક્ટરનું વાવેતર જરુરી છે.
- આ યોજનામાં વાવેતર કર્યાના બીજાવર્ષે સહાય મળવાપાત્ર થશે.
- આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજોખેડૂતની 7/12 ની જમીનની નકલ
- અરજદારનું આધારકાર્ડની નકલ (Aadhar Card)
- જો ખેડૂત લાભાર્થી SC જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત લાભાર્થી ST જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8–અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- લાભાર્થીનો મોબાઈલ નંબર
પં૫સેટ સહાય યોજના હેઠળ અરજી કઈ રીતે કરવી?
પં૫સેટ સહાય યોજના હેઠળ બાગાયતી યોજનાનો લાભ આપવામાં આવે છે. ખેડૂતોએ Ikhedut Portal પરથી Online Arji કરવાની રહેશે છે. ખેડૂતો Pumpset sahay yojana ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE (Village Computer Entrepreneur) દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકે છે.પં૫સેટ સહાય યોજના ઓનલાઈન એપ્લિકેશન કેવી કરવી તેની Step By Step માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Search માં “Ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- Ikhedut Portal ખોલ્યા બાદ “પં૫સેટ સહાય યોજના” પર ક્લિક કરવું.
- તેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” ખોલવું.
- “Bagayati Yojana” ખોલ્યા પછી જ્યાં વિવિધ બાગાયતી યોજના બતાવશે.
- જેમાં “ડીઝલ/ ઇલેક્ટ્રીક/પેટ્રોલ પં૫સેટ– (ઓઇલપામ HRT –6)” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે ઓનલાઈન એપ્લિકેશનમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
- ખેડૂતો દ્વારા પ્રિન્ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
- ત્યારબાદ Ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
મહત્વપૂર્ણ લિન્ક :
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
હોમ પેજ માટે અહિ ક્લિક કરો
અરજી માટેની ખાસ નોંધ
અરજીનું ઓનલાઈન જ ભરવાનું રહે છે. ઉપર તમને કહ્યું તેમ તમારે ફોર્મ ભરવાનું રહે છે. અરજી જો પાસ થશે તો તમારે ડોક્યુમેન્ટ તમને મેસેજ અથવા તો ફોન કરીને તમને કહેવામાં આવશે તમારે ડોક્યુમેન્ટ ક્યાં જમા કરવાના રહે છે. અને તમારે પાઈપલાઈનની ખરીદી પણ અધિકૃત વિકેતા પાસેથી કરવાની રહે છે તે તમનું બધું તેજ જણાવશે.
0 Comments
Please Do Not Enter Any Spam Link In The Comment Box.